ગુજરાતમાં સિઝનનો ૯૬.૩૭ ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક ૧૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જો ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો ૧૧૬ ટકા વરસાદ પડ્યો હતો. ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. જેમાં રાજ્યના સિઝનનો ૯૬.૩૭ ટકા વરસાદ નોંધાયો હતો.  જેમાં દેવભૂમિદ્વારકામાં સૌથી વધુ ૧૪૩.૫૭ ટકા, જામનગરમાં ૧૪૦ ટકા વરસાદ ખાબક્યો..,, તો રાજકોટમાં ૧૩૫ ટકા, જૂનાગઢમાં ૧૩૦ ટકા અને પોરબંદરમાં ૧૨૫ ટકા વરસાદ પડ્યો છે.જ્યારે કચ્છમાં પણ ૧૧૨ ટકા જેટલો વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ૯૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૮૪ ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સિઝનનો ૭૧ ટકા વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ ટકાવારીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં નોંધાયો.