મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે થઇ શકે છે નવી મુખ્યમંત્રીના નામની જાહેરાત
ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનું રાજીનામું આપતા કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યની જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપોલા રાજીનામા પત્રમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે તેમના જેવા પાર્ટી કાર્યકર્તાને ગુજરાતના મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
વિજયભાઇએ રાજીનામ પત્રમાં મુખ્યમંત્રીના રૂપમાં મળેલા દાયિત્વને નિભાવતા તેમના કાર્યકાળ દરમિયામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મળેલા વિશેષ માર્ગદર્શન મળતો રહ્યો હોવાનો ઉલ્લેખ કરી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રીના નેતૃત્વ તથા માર્ગદર્શનાં ગુજરાતના સમગ્ર વિકાસ તથા સર્વજન કલ્યાણના પથ પર આગળ વધતા નવા પડાવોને સ્પર્શ્યા છે. ગુજરાતની વિકાસની ગત પાંચ વર્ષમાં તેમને યોગદાન આપવાની જે તક મળી તે માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે રાજીનામા પત્રમાં વધુમાં જણાવ્યું હતુ કે હવે ગુજરાતની વિકાસના આ યાત્રા પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક નવા ઉત્સાહ અને નવી ઉર્જા સાથે નવા નેતૃત્વમાં આગળ વધવી જોઇએ. આ ધ્યાનમાં રાખીને હું ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.