ગાંધીનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
માનવતા માટે યોગ – આ થીમ અંતર્ગત તા. ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે. ગાંધીનગર જિલ્લામાં યુવાનો અને બાળકો ઉપરાંત વડીલો, મહિલાઓ અને વિકલાંગોને પણ યોગમાં મોટી સંખ્યામાં ભાગ લઇને યોગ કર્યા હતા. ગાંધીનગર જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ યોગમાં જોડાયા હતા.
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યુ હતુ કે આજના ટ્રેસ ભરેલી લાઇફમાં યોગનું ભારે મહત્વ છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને સમજાવ્યુ કે યોગ કરવાથી જે આજની લાઇફ સ્ટાલ છે તેમાથી તણાવ મુક્ત કેવી રીતે રાખી શકાય તે સંદેશ પ્રધાનમત્રીએ આપ્યો છે.ગાંધીનગર ખાતે સેન્ટર વિસ્ટા ગાર્ડન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ વૃદ્ધો અને બાળકો જોડાયા હતા ૮ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વ મનાવી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં મેયર હિતશ મકવાણા, ડેપ્યુટી મેયર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ભાજપના શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.