જીપીસીબીના અધ્યક્ષ સંજીવ કુમારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલનમાં લોક જાગૃત્તિ લાવતા વાહનને પ્રસ્થાન કરાવ્યું
ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સંજીવ કુમારે શુક્રવારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટેના વાહનને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમ રીવર્સ લોજીસ્ટીક ગૃપ (RLG) કંપનીના “ક્લીન એન્ડ ગ્રીન અભિયાન” હેઠળ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સુચના પ્રોદ્યોગિક મંત્રાલય અને ડીજીટલ ઇન્ડિયાના વિચાર હેઠળ યોજવામાં આવ્યો હતો. ઇ-કચરાનો પર્યાવરણલક્ષી ખ્યાલ રાખીને કરવામાં આવતો નિકાલ વર્તમાન પરિસ્થિતિની તાતી જરૂરીયાત છે. ઇ-કચરાથી સ્વાસ્થ્યને થતા જોખમ વિશે, આપણે બધા અવગત છીએ. પર્યાવરણની દ્રષ્ટિએ યોગ્ય રીતે ઇ-વેસ્ટનું સંચાલન અને નિકાલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આથી જ, આ પ્રકારના જાગરૂકતાના કાર્યક્રમો સામાન્ય માનવી સુધી પહોંચી જરૂરી જાગરૂકતાની લહેર ફેલાવશે.
અધ્યક્ષ સંજીવ કુમારે અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું હતું કે ઇ-વેસ્ટના સંચાલનમાં જીપીસીબી એ મહત્વપૂર્ણ નિયમનકારી એજન્સી છે. રાજ્યમાં 40થી વધુ રિસાયકલ/ પ્રોડ્યુસર રેઝિસ્ટિબિલિટી ઓર્ગેનાઇઝેશન (પીઆરઓ) ઇ-કચરાના નિકાલની વ્યવસ્થા કરવા માટે છે. આ જાગરૂકતા અભિયાનની આ પહેલ ઇ-કચરા સંબંધિત પ્રવૃત્તિઓને અસર કરશે અને સાતત્યપૂર્ણ પ્રથાને અપનાવવા માટે બહોળા ગ્રાહક વર્ગમાં પરિવર્તન લાવશે.