ગુજરાતમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા સરકાર કટિબદ્ધ : કૃષિ મંત્રી
રાજ્યમાં ઔધોગિક વિકાસ ની સાથે સાથે રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કૃષિ વિષયક આયોજન અને નીતિઓને કારણે રાજ્યના કુલ વાવેતર વિસ્તાર અને પાક ઉત્પાદનમાં વધારો નોંધાયેલો છે. એજ રીતે ખેડૂતોને પુરતા પ્રમાણમાં સસ્તુ ખાતર ,બિયારણ અને દવાઓ પૂરતા પ્રમાણમા સમયસર મળી રહે એ માટે પણ પૂરતી વ્પવસ્થાઓ કરી છે ઓકટોબર-૨૦થી આંતરરાષ્ટ્રીય બજારમાં દેશમાં વપરાતાં મુખ્ય ખાતર યુરિયા અને ડી.એ.પી માં ત્રણ ગણો વધારો થયેલ છે જે ધ્યાને લઇ ભારત સરકાર દ્રારા યુરિયા ખાતર પ્રતિ ટન રૂ.૨૦,૦૦૦/-થી વધુની તેમજ ડી.એ.પી.માં પ્રતિ ટન રૂ.૩૩,૦૦૦/-ની સબસિડી આપી, ભાવ વધારાની અસર ખેડુત પર થવા દીધેલ નથી છે.
રાજ્ય સરકાર દ્વારા બીજ ઉત્પાદન અને પ્રમાણીત બીજ વિતરણ બાબતે ખેડૂતોને અને ઉત્પાદકોને સહાય કરવામાં આવે છે. જંતુનાશક દવાઓની આડઅસરો અને તેના વપરાશ ઘટાડવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે અને છેલ્લા બે વર્ષમાં બે લાખથી વધારે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરવામાં આવેલ છે.
કુદરતી આફતો સામે કૃષિ પાકોને સંરક્ષણ આપવા માટે વર્ષ ૨૦૨૧-૨૨માં મે માસ દરમ્યાન આવેલ “તાઉ તે” વાવાઝોડાને કારણે ૧૨ જીલ્લાઓમાં થયેલ વ્યાપક નુકશાનને ધ્યાને લઇ જાહેર કરેલ “વાવાઝોડું કૃષિ રાહત પેકેજ-૨૦૨૧” અંતર્ગત ૧.૭૦ લાખ ખેડૂતોને રૂ. ૪૦૪.૮૮ કરોડની, સપ્ટેમ્બર-૨૧ માસમાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાન અન્વયે ચાર જીલ્લાના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના કુલ ૨.૨૨ લાખ ખેડૂતોને રૂ. ૪૪૩.૬૧ કરોડની તેમજ સપ્ટેમ્બર-૨૧ માસના છેલ્લા પખવાડિયામાં સતત વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે કુલ નવ જીલ્લાઓના સાડત્રીસ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ૩.૬૮ લાખ ખેડૂતોને રૂ. ૩૭૫.૬૩ કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે. ઉપજાઉ ખેતી માટે આધુનિક પ્રૌદ્યોગિક ઓજારોની ઉપલબ્ધિ પણ સરકારે કરી છેવવર્ષઃ ૨૦૨૨-૨૩માં ટ્રેકટર ખરીદીમાં સહાય માટે રૂ. ૧૫૮ કરોડ અને ખેત ઓજારો/ સાધનોની ખરીદી માટેની કૃષિ યાંત્રિકીકરણ ની વિવિધ યોજનાઓમાં કુલ રૂ.૧૦૨ કરોડ જોગવાઈ કરવામાં આવેલ છે. રાજયના નાના અને સિમાંત ખેડુતો તેમજ નબળા ખેડુતો પણ કૃષિ યાંત્રિકરણના લાભથી વંચીત ન રહે તે માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ સ્થાપવાની યોજના પણ અમલમાં મુકવામાં આવેલ છે. “મેક ઈન ઈન્ડીયા” અને “વોકલ ફોર લોકલ” ના મીશનને બળ આપવા ટ્રેક્ટરના સ્થાને ઉપયોગી થાય તેવા “સનેડો”-કૃષિ સાધનની ખરીદી પર સહાય માટે રૂ.૧૦ કરોડની, વન્ય અને રખડતા પ્રાણીઓથી ઉભા પાકને નુકશાન થતું અટકાવવા ઝટકા મશીન-સોલાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવા માટે રૂ. ૨૦ કરોડની, ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના ઉપયોગ માટે રૂ.૩૫ કરોડની અને કાંટાળા તારની વાડ યોજનામાં રૂ.૧૦૦ કરોડ જોગવાઈ કરવામાં આવેલ છે. ગુજરાત વિધાનસભા ખાતે ખેડૂતોના દેવા માફ કરવા અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ ઉપર રાજય સરકારે હાથ ઘરાયેલ કામગીરીની વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે કુદરતી આપદા સમયે પણ ખેડૂતોનુ બાવડું પકડીને બેઠા કરવાનો ભગીરથ પ્રયાસ અમારી ભારતીય જનતા પક્ષની સરકારે છેલ્લા ૨૭ વર્ષમાં અપ્રતિમ પ્રય્રાસ કર્યો છે. આવા સમયે અમારી સરકારે માતબર રકમના કૃષિ રાહત પેકેજો જાહેર કરીને ખેડૂતોને મદદરુપ થયા છીએ અને આગામી સમયમાં પણ ગુજરાતની સરકાર ખેડૂતો માટે અનેકવિધ પ્રયાસો કરશે. કૃષિ મંત્રીએ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ કાર્યો હાથ ધર્યા છે ત્યારે એ ક્ષેત્રે પણ ગુજરાત અસરકારક કામગીરી કરીને દેશભરને રાહ ચીઘશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કૃષિ મંત્રી રાઘવજી પટલે કે ખેડૂતોના હિતને વેલી અમારી સરકારે ખેડૂતોના દેવા માફ કરવા સંદર્ભે કહ્યુ કે, રાજ્યમાં ત્રિસ્તરીય સહકારી ધિરાણ માળખા દ્વારા ગ્રામ્ય સ્તર પર પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ, જિલ્લા કક્ષાએ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને રાજ્ય કક્ષાએ રાજ્ય સહકારી બેંક મારફતે ખેડૂતોને ખેતી વિષયક અને અન્ય પ્રકારનુ ધિરાણ પૂરુ પાડવામાં આવે છે. સહકારી ધિરાણ માળખા દ્વારા એટલે કે સહકારી બેંકો દ્વારા ૭%ના દરે ખેડૂતોને ધિરાણ આપવામાં આવે, અને તે ધિરાણ સમયસર પરત ભરપાઇ કરવામાં આવે તો, રાજ્ય સરકાર દ્વારા ૪% મુજબ અને ભારત સરકાર દ્વારા ૩% મુજબ વ્યાજ રાહત આપવામાં આવે છે. આમ, પાક ધિરાણ વિના વ્યાજે ખેડૂતોને મળે તેવુ આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.