ગ્લેશિયર ફાટ્યુઃ અમેરિકાના અલાસ્કામાં કેદારનાથ જેવી પરિસ્થિતિ સર્જાઈ
અલાસ્કાઃ અમેરિકાના અલાસ્કામાં ગ્લેશિયર ફાટ્યાના સમાચાર મળ્યા છે, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી મળી છે. અલાસ્કાની મેડેનહોલ નદીમાં પૂરની સ્થિતી છે. નદીની આસપાસના મકાનો પૂરમાં તણાયા છે. અલાસ્કામાં જયાં જુઓ ત્યાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. અમેરિકાના પૂર્વ વિસ્તારમાં ભારે તોફાન અને તોફાનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.
મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાવાઝોડાને કારણે ન્યુયોર્કથી અલાબામા સુધી લગભગ ૧૦ લાખ ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં વીજળી ડુલ થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં હજારો ફલાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ તોફાનથી લગભગ પાંચ કરોડ લોકો પ્રભાવિત થયા છે.
મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ અમેરિકામાં વરસાદ, કરા અને વીજળી સાથે આવેલા ભીષણ વાવાઝોડામાં બે લોકોના મોત પણ થયા છે. તે જ સમયે, પૂર્વ કિનારાના પણા રાજ્યોમાં ટોર્નેડોની ચેતવણી જાહેર કરવામાં આવી છે.