ગાંધીનગરના સાંતેજમાં જીઆઈડીસી ભયાનક આગ લાગી

ગાંધીનગરના સાંતેજમાં રેસીનોવા કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં અમદાવાદ-ગાંધીનગર ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગને કાબુમાં લેવા માટે ફાયરની ગાડીઓએ ૨૫થી વધુ આંટા મારીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો. કાબુ મેળવી તેને વધુ પ્રસારતા અટકાવી દેવામાં આવી હતી. જોકે, કંપનીનું ગોડાઉન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. સવારના સમયે પણ ફાયર બ્રિગેડ દ્વારા કામગરી ચાલુ રાખવામાં આવી છે.

કેસ કંપનીમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાની જાણવા મળ્યું છે. જેનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેમાં એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા હતા.

જોકે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઉક્ત કંપનીમાં પ્લાસ્ટિકની પાઈપનું પણ કામ થતું હતું. જ્યારે આ અંગે ગાંધીનગર ચીફ ફાયર ઓફિસર દસ્તૂરે કહ્યું હતું કે, રાત્રીના દોઢ બે વાગ્યાના અરસામાં ફાયરનો કોલ મળતા સ્થળ સ્થળ પર પહોંચી ગયા હતા. અમદાવાદની પણ પાંચેક ફાયરની ગાડીઓ આવી હતી. સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ૨૫થી વધુ વખત ફેરા કરવામાં આવ્યા હતા. મોટાભાગે આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આગનું ચોક્કસ કારણ એફએસએલ રીપોર્ટ પછી જાણવા મળશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news