સુરતમાં ગેસ લીકેજથી આગ લાગતા પાંચ વ્યક્તિ દાઝ્યા
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આર ડી નગરમાં ગેસ લીકેજને કારણે બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ થયેલા ભડકામાં બે કિશોર, એક યુવક, એક વૃદ્ધ, અને મહિલા સહિત ૫ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનેલી ઘટના બાદ લોકોએ ૧૦૮ને ફોન કરી તાત્કાલિક તમામને સિવિલ લઈ જઈ દાખલ કરાયા હતા. દાઝી ગયેલા તમામ એક જ પરિવારના અને એક જ રૂમમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. છોટેલાલ રામકિશોર રામ (પીડિત સિક્યુરિટી ગાર્ડ)એ જણાવ્યું હતું કે, હમ બિહાર કે રહેને વાલે હે, દો બેટે, ભાણીયા, પત્ની, અને વૃદ્ધ સંબંધી સાથે એક જ રૂમમાં રહીને ગુજરાન ચલાવીએ છીએ., સાંજે ગેસ લીકેજ થતા રૂમ બહાર મૂકી દીધી હતી. ત્યારબાદ સૂવાના સમય એ એટલે કે, ગેસ લીકેજવાળી બોટલ ગેલેરીમાંથી રૂમમાં લાવતા જ ભડકા સાથે આગ પકડાય ગઈ હતી. કંઈ સમજ પડે તે પહેલાં બધા જ એટલે કે, આખું પરિવાર આગની ઝપેટમાં આવી ગયું હતું.
આગ એટલી ભયાનક હતી કે, બાજુની રૂમને પણ લપેટમાં લઈ લીધી હતી. જોકે ત્યાં કોઈ દાઝયું ન હતું. ઘટનાની જાણ બાદ પાડોશી અને ફળિયાવાસીઓ દોડી આવતા મદદ મળી હતી. તાત્કાલિક ૧૦૮ને ફોન કરી તમામને સિવિલ લવાયા હતા. ગેસ લીકેજવાળી બોટલ માંથી દુર્ગંધ આવી રહી હતી. બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ આગ પકડાય ગઈ હતી.
આગને ઓલાવવાની કોશિષ કરીએ એ પહેલાં આખો રૂમ ઝપેટમાં આવી ગયો હતો. વૃદ્ધ કંચનભાઈ અને રાહુલ અને હું એટલે છોટેલાલ ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા છે. જેમની સિવિલમાં સારવાર ચાલી રહી છે.