સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની ૮ ગાડીઓએ મેળવ્યું નિયંત્રણ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સંસદ માર્ગ પર સ્થિત આકાશવાણી ભવનના પહેલા માળે આગ લાગી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યુ કે આગથી કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો.
સવારે લગભગ ૫ઃ૫૭ મિનિટે આગ લાગવાની માહિતી મળી. માહિતી મળતા જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડના આઠ વાહનોને મોકલવામાં આવ્યા. થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો. આગ રૂમ નંબર ૧૦૧થી શરૂ થઈ હતી.
આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યુ છે. બે દિવસ પહેલા જ એન્જિનિયર્સ ભવનમાં પણ આગ લાગી હતી. એન્જિનિયર્સ ભવનમાં ફાયર બ્રિગેડની ૧૨ ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં કાર્યરત હતી. આ દરમિયાન કેટલાક કર્મચારી બિલ્ડીંગની છત પર જ ફસાઈ ગયા હતા જેમને ફાયર કર્મીઓએ સુરક્ષિત બહાર કાઢ્યા.