નાસિકના સિન્નર એમઆઇડીસીમાં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા
નાસિકના સિન્નરમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઇડીસી)ની એક ફેક્ટરીમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના સિન્નરના મુસલગાંવમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) પરિસરમાં સ્થિત અદિમા પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીમાં બની હતી. આગના વિડિયોમાં ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાતા જોવા મળે છે.