ડીસામાં અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ
બનાસકાંઠાના ડીસામાં લાટી બજાર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. અગરબત્તીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાની ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.