જરખીયા ગામ પાસેની નદીમાં ગંદકી હોવાથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાની દહેશત
જરખીયાના ગામની નદીની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા બાજુમાંથી પસાર થવામાં પણ ખુબજ મુશ્કેલી પડી રહી છે. પાણીમાં ગંદકી હોવાથી ખુબ દુર્ગધ આવી રહી છે. નદીમાં ગંદુ પાણી હોવાથી લોકોના આરોગ્ય સાથે પણ છેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ પાણીથી મચ્છર જન્ય રોગો પણ ફેલાય છે. ગ્રામ પંચાયત અને તલાટી મંત્રીને આ અંગે વાંરવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે ગ્રામજનોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનો નિયમિત વેરો ભરતા હોવા છતાં આ પ્રકારની સમસ્યાનું હલ થયું નથી.જેથી તાકીદે આ નદી માંથી સફાઈ કરી ગંદકી દૂર કરવા લોકોની માંગ ઉઠી છે. આ ગામની નદી એટલી બધી દુર્ગંધ મારી રહી છે લોકો અહીં કામ વગર જવાનું પણ ટાળી રહ્યા છે. આ નદીમાં ભયાનક ગંદકી જોવા મળી રહી છે. જેથી તંત્ર તાકીદે આ નદીમાં રહેલી ગંદકીને દુર કરે તેવી માંગ છે.અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના જરખીયાના ગામમાં નદીની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં ગંદકી જોવા મળી રહી છે. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતા આ ગંદકીનો કંઈ નિકાલ કરવામાં આવ્યો નથી.