સંપાદન કરવામાં આવેલ જમીન ફળદ્રુપ અને ખેતી લાયક હોવાથી ભારત માલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો
થરાદઃ અમદાવાદથી થરાદ વચ્ચે હાઈવે માર્ગ નવો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હાઈવેને ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે થઈને ગાંધીનગર જિલ્લામાંથી જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે ખેડૂતોની જમીનની કાચી નોંધ પણ પડી ગઈ હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો છે. ૪૨ ગામના ખેડૂતોએ જમીન સંપાદનને લઈ વિરોધ નોંધાવતા ગાંધીનગરમાં બલરામ મંદિરથી કલેકટર કચેરી સુધી રેલી નિકાળી હતી. જ્યાં કલેકટર કચેરીએ પહોંચીને ખેડૂતોએ રજૂઆત કરી છે.
ખેડૂતોએ રજૂઆત કરી હતી, કે અગાઉ રજૂઆતો કરવા છતાં કાચી નોંધ પડી ચૂકી છે અને હવે પાકી નોંધ થઈ શકે છે. સંપાદન કરવામાં આવેલ જમીન ફળદ્રુપ અને ખેતી લાયક છે, જેથી અન્ય જમીન વિસ્તારમાંથી હાઈવે નિર્માણ કરવામાં આવે.