હરિયાણામાં કરનાલની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટઃ ત્રણ વર્કરનાં મોત, ૧ ગંભીર

હરિયાણામાં કરનાલના ઘોઘડીપુર ગામની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ થતાં ૩ વર્કરના મોત થઇ ગયા. જ્યારે અન્ય એકની સ્થિતિ ગંભીર છે. ભોગ બનેલા ત્રણેય કર્મચારી તમિલનાડુના રહેવાસી હતા.

હરિયાણામાં સવારે મોટી દુર્ઘટના થઇ ગઇ. કરનાલ જિલ્લાના ઘોઘડીપુર ગામમાં ગઇ કાલે રાત્રે ફાટક પાસેની ફટાકડા ફેક્ટરી જાેરદાર વિસ્ફોટથી હચમચી ગઇ હતી. ત્યાર બાદ આખી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી હતી. જેણે વિકરાળ સ્વરુપ લઇ લીધુ હતું. ભીષણ આગમાં ચાર મજૂર ગંભીરપણે દાઝી ગયા હતા. તેમાંથી ત્રણનું મોત થઇ ગયું. જ્યારે ચોથાની સારવાર ચાલી રહી છે.

વિસ્ફોટ અને આગમાં ફેક્ટરીનું સંપૂર્ણ સામાન, મશીનો બળીને ખાક થઇ ગયું. વિસ્ફોટ એટલું પ્રચંડ હતું કે ફેકટરીની દિવાલો અને છતને પણ નુકસાન થયું છે. રિપોર્ટ મુજબ આગ ભડકતા પહેલાં ફેક્ટરીમાં બે બ્લાસ્ટ થયા હતા. ત્યાર બાદ આખી ફેકટરી આગની ચપેટમાં આવી ગઇ હતી. આગની માહિતી મળ્યા બાદ ફાયર ફાઇટરોની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમણે સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news