કોરોના કરતા પણ વધુ ઘાતક હવા પ્રદૂષણઃ માનવજાત સાથે જીડીપીને પણ ફટકારૂપ
દેશભરમાં હાલના સમયમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા અને મૃત્યુ સંખ્યાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે તે સાથે કોરોનાને નાથવા શોધાયેલ રસી અંગે આમ પ્રજામાં મોટી વિટંબણા છે….! કારણ કે રસી સામાન્ય લોકોથી આપવાની શરૂઆત થઈ છે… પરંતુ દેશના રાજનેતાઓ કે નેતાઓથી રસી આપવાની શરૂઆત કેમ કરવામાં આવતી નથી….? જ્યારે કે વિશ્વના કેટલાક દેશોમાં નેતાઓ ખુદ કોરોના રસી લઈને આમ પ્રજાને રસી લેવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેવી સવાલી ચર્ચાઓ આમ પ્રજામા ઉઠવા પામી છે… પરંતુ આમ પ્રજામાં કે સરકારમાં હવા પ્રદૂષણને કારણે વધુ મોત થાય છે અને અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન કરે છે તે બાબતે કોઈ ચર્ચા થતી નથી…..! જે ગંભીર અને દુઃખદ બાબત છે. કારણ કોરોના કરતા હવા પ્રદૂષણ વધુ પ્રમાણમાં ઘાતક છે. આ બાબત લેન્સેટ પ્લેટનેટરી હેલ્થ દ્વારા જાહેર થયેલા રિપોર્ટમાં બહાર આવી છે. અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૯ માં ૧૭ લાખ લોકોના મોત થયા હતા અને અર્થવ્યવસ્થાને ૨ લાખ ૬૦ હજાર કરોડનું માતબર નુકસાન પ્રદુષણને કારણે થયું હતુ.એલ પી એચ ના અહેવાલમાં દર્શાવ્યા અનુસાર ભારતમાં પ્રદૂષિત થવા ને કારણે વર્ષ ૨૦૧૭ કરતા વર્ષ ૨૦૧૯ માં અનેક ગણાં વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. વર્ષ ૨૦૧૯ માં દેશમાં પ્રદૂષણને કારણે ૧૬.૭૦ લાખ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે કે વર્ષ ૨૦૧૭ મા ૧૨.૪૦ લાખ લોકો ના પ્રદુષણ થી મોત થયા હતા…..
દેશમાં એલપીએચ એ કરેલા અભ્યાસ અનુસંધાને દર્શાવ્યું છે કે હવા પ્રદુષણને કારણે શ્વસનતંત્રમાં ઇન્ફેકશનની બીમારીઓ, ફેફસાનું કેન્સર, ડાયાબિટીઝ, મોતિયા બિંદુ,એટેક, ટ્ઠ નિયોનેટલ ડિસઓર્ડર જેવી બીમારીઓ વધુ પ્રમાણમાં થઈ હતી…. અને તે કારણે ૨૦૧૯ માં ભારતને મોટો આર્થિક ઝટકો લાગેલ….જીડીપીમાં ૧.૩૬ ટકાનો ઘટાડો જાેવા મળેલ. વાયુ પ્રદૂષણથી થયેલા મોત અને બીમારીઓથી અગાઉના વર્ષમાં ૧૭ લાખ મોત વાયુ પ્રદૂષણને કારણે થયા હતા. ઘરેલુ પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ૧૯૯૦ થી ૨૦૧૯ દરમિયાન બહારના વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ દરમાં ૧૧૫ ટકાનો વધારો નોંધાયો છે.અહેવાલ અનુસાર વાયુ પ્રદૂષણથી થનારા મોત અને બીમારીઓને કારણે વિવિધ ઉત્પાદનોમાં ઘટાડો થયો છે. તે કારણે જીડીપીને પણ નુકસાન થયું છે…. તેમાં પણ વાયુ પ્રદૂષણને કારણે ભારતના ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં વધુ નુકશાન થવા પામ્યું છે.
બન્ને રાજ્યમા મળીને કુલ ૪.૨ ટકા નુકસાન થયું છે. અહેવાલમા દર્શાવેલ છે કે ભારતે વાયુ પ્રદૂષણ ઘટાડવા અનેક પ્રયાસો કર્યા છે. દેશના રાજ્યો વિશેષ સ્થિતિને આધારે વાયુ પ્રદુષણ નિયંત્રિત કરી શકે છે. જ્યારે કે આઈસીએમઆર ના ડાયરેક્ટર જનરલ પ્રોફેસરે ટિપ્પણી કરી હતી કે હવા પ્રદુષણના કારણે વધુ રોગોમાં ૪૦ ટકા ફેફસાના રોગો થયા છે. બાકી ૬૦ ટકાના હૃદય રોગ,એટેક,ડાયાબિટીઝ તેમજ અકાળે જન્મતાજ નવજાત મૃત્યુ છે. જે બતાવે છે કે હવાના પ્રદૂષણની માનવજાત ઉપર મોટી અસર પડે છે….. ત્યારે લોકોએ, તથા સરકારી તંત્રએ હવા પ્રદૂષણ ન થાય તે માટે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે……!!