દક્ષિણ ન્યુઝિલેન્ડની ધરતી 6.2 તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી

વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડના ગેરાલ્ડિનથી 45 કિમી ઉત્તરમાં બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9:14 કલાકે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દેશની જિયોલોજિકલ થ્રેટ મોનિટરિંગ સંસ્થા જિયોનેટે આ જાણકારી આપી છે.

ક્રાઇસ્ટચર્ચ અને અન્ય સાઉથ આઇલેન્ડ વિસ્તારોના રહેવાસીઓએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો, જેની ઉંડાઇ 10 કિમી હતી. હજુ સુધી કોઇ ઇજા કે મિલકતને નુકસાન થયું નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news