કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી, કેન્દ્ર બિંદુ દુધઈથી ૮ કિલોમીટર દૂર નોંધાયું
કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. જેમાં આજે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી હતી. દુધઈમાં ૩.૦ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે ભચાઉમાં ૧.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ખાવડામાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. દુધઈમાં રાત્રે ૧૨ વાગ્યે ૧૨ મીનિટે ૩.૦ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે ભચાઉમાં સવારે ૫ વાગ્યે ૫૯ મિનિટે ૧.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેન્દ્ર બિંદુ દુધઈથી ૮ કિલોમીટર દૂર નોંધાયું હતું જ્યારે ભચાઉનું કેન્દ્રબિંદ ભચાઉથી ૨૦ કિમી દૂર નોંધાયું હતું. જ્યારે ખાવડામાં સવારે ૯.૩૭ કલાકે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૦ કિ.મી. દૂર નોંધાયું હતું. કચ્છમાં થોડા સમયથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેને કારણે લોકોને ૨૦૦૧ના ભૂકંપની યાદ આવી જાય છે. થોડા દિવસો પહેલાં જ એટલે કે ૧૧ જાન્યુઆરીએ કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો ધરતીકંપ દૂધઈ નજીક નોંધાયો હતો. આ પહેલા તા.૧ અને તા.૭ના ભચાઉ પંથકમાં અને તા.૭ના બેલા વિસ્તારમાં તીવ્ર ધરતીકંપ નોંધાયા હતા.