ભારે વરસાદ સાથે ગામડી ગામે તંત્રની બેદરકારીથી લોકોને કાદવ-કિચ્ચડમાંથી પસાર થવું પડે છે

આણંદ શહેર સહિત મધ્ય ગુજરાતમાં ૧૦મી જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આણંદ શહેર અને જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણ અને ક્યાંક ક્યાંક વરસાદના ઝાંપટા શરૂ થઇ ગયાં હતાં. પરંતુ વરસાદે જોર પકડ્યું હતું.

જોતજોતામાં વરસાદે તેનું તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉપરા છાપરી વાદળોની ગર્જના વચ્ચે ધમાકેદાર વરસાદ શરૂ થઇ ગયો હતો. કુલ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જેના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા ઉપરાંત પાલિકાએ ખોદકામ કરેલા રસ્તા પર કાદવ – કિચ્ચડનું સામ્રાજ્ય છવાઇ ગયું હતુ. જેના અહીંથી પસાર થતી ગાડી અને બુલડોઝર પણ ફસડાઈ પડયું હતું.તેમજ વ્હેલી સવારે રોજદાર – ધંધા પર નિકળેલા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આણંદ નજીક ગામડી ગામે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા રહિશો અહીંની વરસાદી પાણીના નિકાલની સમસ્યા, વરસાદી કાંસની સાફ સફાઈની સમસ્યા અને ગટર નિર્માણ બાદ માર્ગોના પેચ વર્ક ન કરતા વરસાદી માહોલમાં કાદવ કિચ્ચડમાંથી પસાર થવાની પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંથી પસાર થતી ગાડી અને બુલડોઝર પણ ફસડાઈ પડયું હતું. આ અંગે અમે અગાઉ તંત્રને આવેદનપત્ર આપી જાણ કરી હતી. આ સમસ્યાને લઈ અમારો જીવ જોખમમાં છેઘર બહાર નીકળતા અકસ્માતનો ડર લાગી રહ્યો છે. અહીં ૩૦૦થી વધુ પરિવારના વસવાટ છે. તેમ છતાં તંત્ર અળખામણો વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે આણંદ શહેરમાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. વાદળોના ગડગડાટ અને ગરજવાના મોટા અવાજથી શહેરીજનો મધરાતે જ ભરઉંઘમાંથી જાગી ગયાં હતાં. કુલ બે ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે જિલ્લામાં તારાપુર અને આંકલાવ સિવાય તમામ તાલુકા કક્ષાએ વરસાદ નોંધાયો છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news