કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી
એક તરફ ભારતના એક ભાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ છે ત્યારે બીજા ભાગમાં લોકો ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ સમયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકો હેરાન થઈ રહ્ચા છે. દરેક વ્યક્તિ આ ઉનાળામાં પહાડી અને ઠંડી જગ્યાએ જવા માંગે છે. પહાડી વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ એવા બે રાજ્યો છે જેમનું નામ સૌથી પહેલા મનમાં આવે છે, પરંતુ હવે આ બંને રાજ્યોમાં પણ ઉનાળામાં પહેલા કરતા વધુ ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે પહાડી રાજ્યોના જંગલો ઝડપથી આગ લાગતા ભડકે બળી રહ્યા છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા અનુસાર છેલ્લા બે વર્ષમાં ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની સૌથી વધુ ઘટનાઓ હિમાલયના રાજ્યોમાં બની છે. ત્યારે આગની ઝપેટમાં અવાર નવાર અવતા આ સાથે જ ઉત્તરાખંડ દેશમાં સાતમા ક્રમે આવી ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે શિયાળામાં ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગી ન હતી, પરંતુ ૨૦૨૦માં છેલ્લા લોકડાઉન દરમિયાન એવું જોવા મળ્યું હતું કે ઠંડીની મોસમમાં પણ આગ લાગી હતી.
FSI રિપોર્ટ અનુસાર, કોવિડના પ્રથમ લહેરમાં, નવેમ્બર ૨૦૧૯ થી જૂન ૨૦૨૦ સુધીમાં દેશભરમાં ૧ લાખ ૨૪ હજાર ૪૭૩ જંગલમાં આગના કેસ નોંધાયા છે. ઓડિશા દેશમાં નંબર વન પર રહ્યું, મધ્યપ્રદેશમાં પણ જંગલમાં આગ લાગવાના કેસ વધ્યા છે. માત્ર ઉત્તરાખંડ જ નહીં દેશના અન્ય ઘણા રાજ્યો એવા છે જ્યાં જંગલમાં આગ લાગવાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આમાં ઓડિશા અને મધ્યપ્રદેશના નામ મુખ્ય છે. ૨૦૨૦ પછી, નવેમ્બર ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ વચ્ચે, દેશભરમાં બે લાખ ૨૩ હજાર ૩૩૩ જંગલોમાં આગની નોંધણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઓડિશામાં જંગલમાં આગની સૌથી વધુ ઘટનાઓ બની હતી. અહીં જંગલમાં આગના ૫૧ હજાર ૯૬૮ કેસ નોંધાયા છે. તે પછી, મધ્યપ્રદેશ જ્યાં ૪૭ હજાર ૭૯૫ કેસ નોંધાયા હતા, ત્યારબાદ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તરાખંડ છઠ્ઠા ક્રમે છે, જ્યાં ૨૧ હજાર ૪૮૭ કેસ નોંધાયા હતા. FSI અનુસાર, પ્રથમ લોકડાઉન દરમિયાન, પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, પરંતુ જ્યારે લોકડાઉનમાં રાહત આપવામાં આવી ત્યારે પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા વધવાને કારણે જંગલમાં આગની ઘટનાઓ ઝડપથી વધી હતી.