રાજકોટ જિલ્લામાં ધુમ્મસના કારણે

ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઝાકળવર્ષાની સાથોસાથ ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. તેમજ આહલાદક દૃશ્યો પણ જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી.

વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ પણ ભીંજાયા હતા. છેલ્લા ચાર દિવસથી ગોંડલવાસીઓ ગુલાબી ઠંડી અનુભવી રહ્યા છે. વીરપુરમાં પણ ગાઢ ધુમ્મસ છેલ્લા ત્રણ દિવસથી છવાઇ રહ્યું છે.

ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતા. ગાઢ ધુમ્મસને કારણે રવિ પાક ચણા, જીરૂ, ધાણા સહિતના પાકને પણ અસર પહોંચી રહી હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. સૌથી વધારે જીરાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. તેમજ જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસથી રસ્તાઓ ભીંજાયા હતા.રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે વહેલી સવારથી ૧૦ વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજકોટ શહેર, ગોંડલ, વીરપુર, જસદણ સહિતના પથંકમા ગાઢ ધુમ્મસને કારણે ૧૦૦ ફૂટ દૂર વસ્તુ પણ જોવા મળી રહી નહોતી. તેમજ હાઇવે પર રીતસર વાહનોની ગતિ પર બ્રેક લાગી ગઇ હતી. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને ફરજીયાત હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news