ખેડૂત જોગઃ જીરૂંનો પાક ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે

ગાંધીનગરઃ જીરૂંનો પાક કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોઈ, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર ૩૦ ગ્રામ તથા ૨૫ મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.

આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો, તેવું ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news