હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, પ્રતિબંધોમાં ઢીલ ન આપવામાં આવેઃ WHO
વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ડિરેક્ટર ટેડ્રોસ અઘનોમ ઘેબ્રેસિયસએ કહ્યું છે કે કોરોના વાયરસનાં કેસમાં થયેલો ઘટાડો તે પ્રોત્સાહનરૂપ છે, પરંતું કોવિડ-૧૯નાં ફેલાવાને રોકવામાં મદદરૂપ થઇ રહેલા પ્રતિબંધોમાં ઢીલાસ આપવી ન જોઇએ.
ઘેબ્રેસિયસે કહ્યું કે દુનિયાભરમાં સંક્રમણનાં કેસોમાં સતત ચોથા સપ્તાહે પણ ઘટાડો થયો છે, અને મૃતકોની સંખ્યા પણ સતત બીજા સપ્તાહે ઓછો થયો છે.
તેમણે કહ્યું કે એવું પ્રતિત થાય છે કે સંક્રમિતો અને મૃતકોની સંખ્યામાં આ ઘટાડો જન આરોગ્ય સંબંધી પગલાઓને કડકપણે લાગુ કરવાનાં કારણે આવી છે, અમે તમામ પ્રકારનાં ઘટાડાથી ઉત્સાહિત છિએ, પરંતું હાલની સ્થિતીથી સંતોષ થઇ વાયરસ જેટલું જ ખતરનાક સાબીત થશે.
અઘનોમ ઘેબ્રેસિયસે કહ્યું હજુ તે સમય નથી આવ્યો કે કોઇ પણ દેશ પ્રતિબંધોમાં ઢીલ આપે, હવે જો કોઇનું મોત થાય છે, તો તે ખુબ જ ત્રાસદીદાયક હશે કેમ કે રસી લગાવવાનું શરૂ થઇ ગયું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે દુનિયાભરમાં સંક્રમણનાં ૧૯ લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે તે પુર્વેનાં સપ્તાહમાં તે સંખ્યા ૩૨ લાખ હતી, તેમણે કહ્યું કે સંક્રમણનાં સંભવિત સ્ત્રોતને શોધવા માટે તાજેતરમાં જ ચીનની યાત્રા કરનારા વિશ્વ આરોગ્ય સંસ્થા નિષ્ણાતોની ટીમ પોતાની સ્ટડી આગામી સપ્તાહે રજુ કરશે.