Chemical Company Blast : મહાડ MIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, સાત મૃતદેહ મળી આવ્યા
કોલ્હાપુર: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ MIDCમાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજને કારણે થયેલા વિસ્ફોટને પગલે લગભગ સાત કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા છે અને 11 વધુ કર્મચારીઓ હજુ પણ ગુમ છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે 11 વાગ્યે રાયગઢ જિલ્લાના મહાડ MIDC સ્થિત બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડમાં બની હતી. અહીં ગેસ લીકેજ બાદ જોરદાર વિસ્ફોટ સાથે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો ચીસો પાડવા લાગ્યા અને ભાગવા લાગ્યા પરંતુ ત્યાં સુધીમાં લગભગ સાત કર્મચારીઓ બળીને મૃત્યુ પામ્યા હતા અને અન્ય 11 કર્મચારીઓ હજુ પણ ગુમ છે.
આગની માહિતી મળતાની સાથે જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં આજે સવારે લગભગ સાત કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા.