દેશમાં ૧૨ વર્ષથી ઉપરના બાળકો માટે રસી તૈયાર, કેડિલાએ ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની સ્પીડ હવે ધીમી પડવા લાગી છે. દેશમાં મહામારીની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ઝડપથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે દવા બનાવતી ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ ગુરૂવારના રોજ પોતાની રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી માંગી. કેડિલાએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયામાંથી મંજૂરી મળ્યા બાદ ૧૨ વાળા બાળકોનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરી શકાશે.
કોરોના વાયરસની સામે જંગમાં ભારતને ટૂંક સમયમાં જ વધુ એક હથિયાર મળવાનું છે. ઝાયડસ કેડિલાએ ભારતના ટોપ દવા નિયામક સમક્ષ અરજી કરી છે, જેમાં તેણે પોતાની ડીએનએ વેક્સીન Zycov-Dના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. તેમણે ત્રીજા તબક્કાના ટ્રાયલનો ડેટા રજૂ કર્યો છે, જેમાં ૨૮૦૦૦થી વધુ વર્ષના વોલેન્ટિયરોએ ભાગ લીધો હતો. રોયટર્સનું માનીએ તો અંતિરમ ડેટામાં રસી સુરક્ષા અને અસરકારકતાના માપદંડો પર ખરી ઉતરી છે. જો સરકાર પાસેથી મંજૂરી મળી જાય તો જુલાઇના અંત સુધીમાં કે ઑગસ્ટમાં ૧૨-૧૮ વર્ષના બાળકોને રસી અપાશે.
જો કેન્દ્ર સરકાર રસીને મંજૂરી આપે છે તો પછી ભારતની પાસે બીજી દેશી રસી થશે. આની પહેલાં ભારત બાયોટેકની કોરોના વેકસીન કોવેક્સિનને મંજૂરી મળી ચૂકી છે અને જ્યારથી રસીકરણ અભિયાન શરૂ થયું છે ત્યારથી કોવેક્સિનનો ઉપયોગ પણ થઇ રહ્યો છે.