મારા કાર્યકર્તા – મારો પરિવારઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બનાસકાંઠા પ્રવાસ અંતર્ગત કાર્યકર્તા સાથે ભોજન કર્યું
પાલનપુરઃ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ અંતર્ગત છેવાડાના ગામ વડવેરા ખાતે જગાભાઇ ગલાભાઇ અંગારીના ત્યાં પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તા મિત્રો સાથે માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ભોજન કરી સૌના ખબર અંતર પૂછયા અને મારા કાર્યકર્તા – મારો પરિવારને સાર્થક કર્યું હતુ.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, આદિવાસી આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.