BREAKING NEWS: વાપી જીઆઇડીસીમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બિગ્રેડનો કાફલો ઘટના સ્થળે

વલસાડઃ વાપી જીઆઈડીસી ફેઝ 3માં આવેલી એક પેઇન્ટ્સ કંપીનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે. કંપનીમાં સોલવન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરી રહ્યાં છે.

વિગત પ્રમાણે વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસીના ફેઝ 3માં અનુપ પેઇન્ટ્સ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં અચાનક આગ લાગતા કર્મચારીઓ અને આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા સાત જેટલા ફાયર બ્રિગેડના લાશ્કરો સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. કંપનીમાં સોલવન્ટ કેમિકલ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂરથી નજરે પડી રહ્યાં છે.

આ સમગ્ર માહિતી પ્રાથમિક ધોરણે પ્રાપ્ત થઇ રહી છે. વધુ માહિતી અપડેટ કરવામાં આવશે અને અન્ય સમાચાર માટે www.paryavarantoday.comને ફોલો કરો.

*ફોટો પ્રતિકાત્મક છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news