બ્રેકિંગઃ અમદાવાદની પીરાણા રોડ પર આવેલી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 11થી વધુ ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદના પીરાણા ગેટ પાસે આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાનો કોલ મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોહંચ્યો હતો અને હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ એસપી રિંગ રોડ પર આવેલા ગાય સર્કલ પિરાણા ગેટ પાસે આવેલી એમ પી માર્કેટિંગ કેમેકિલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ 3 અધિકારીઓ સહિત 11 ગજરાજ, 3 બોલેરો, 1 નાની ફાયર અને રોબોટ વાન સહિતનો કાફલો  ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જોકે, આગ કેવી રીતે લાગી તે કારણ અકબંધ છે.