રાજ્યના ૫૫૧૩ ઔધોગિક એકમોના ૯.૫૦ લાખથી વધુ શ્રમયોગીઓને બોનસની ચૂકવણી કરાઈ
૯.૫૦ લાખથી વધુ શ્રમયોગીઓને રૂપિયા ૧૨૦૨ કરોડથી વધુ રકમનું બોનસ ચૂકવાયું
ગાંધીનગરઃ રાજ્યના ઔધોગિક એકમો તથા સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ કોઈપણ જાતની ખેંચતાણ વિના પોતાના પરિવાર સાથે દિવાળી પર્વ ઉત્સાહભેર ઉજવી શકે તેવા ઉમદા આશયથી રાજ્યના ૫,૫૧૩ ઔધોગિક એકમોના શ્રમયોગીઓને રૂપિયા ૧૨૦૨ કરોડથી વધુ રકમના બોનસ ચૂકવણી કરાઈ તેમ શ્રમ આયુક્તની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, રાજ્યના ૫૫૧૩ ઔધોગિક એકમો તથા સંસ્થાઓમાં આશરે ૯ લાખ ૫૧ હજાર ૨૭૪ શ્રમયોગીઓને રૂપિયા ૧૨૦૨ કરોડ ૬૪ લાખ ૬૩ હજાર ૨૮૦ રૂપિયા જેટલું બોનસ ચૂકવવામાં આવ્યું છે. તહેવારોમાં ઔધોગિક એકમો તથા સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ પોતાના પરિવાર સાથે દિવાળી પર્વ ઉજવી શકે તેવા ઉમદા આશયથી આ બોનસની ચુકવણી કરવામાં આવી છે.