ઔદ્યોગિક અકસ્માતઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેગ્રોસ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટમાં ઘડાકો થતા નાસભાગ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માતોની ધ્રુજાવી દેતી ઘટનાઓ બનતી હોય છે. જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓમાં એક બાદ એક બનતી અકસ્માતોની ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતીના સ્તરે ક્યાંક કચાશ રહી જતી હોવાનો ઈશારો કરી રહી છે, જે એક જ સપ્તાહમાં બનેલી ત્રીજી ઘટનાથી જોઇ શકાય છે.

પ્રાપ્ય વિગતો પ્રમાણે ગુરૂવારની રાત્રે 12.30 કલાકની આસપાસ અંકલેશ્વર જીઆઈડીસી ઘડાકાથી ધ્રુજી ઉઠી. અંકલેશ્વર જીઆઈડીસી (Ankleshwar GIDC)માં આવેલી ટેગ્રોસ કેમિકલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Tagros chemicals India Private Limited)ના પ્લાન્ટમાં ધડાકો થતા સ્થાનિકોમાં ગભરાટ ફોલાઇ ગયો હતો. જેને લઇને તંત્ર દોડતુ થઇ ગયુ. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપીનીને અડીને રહેચા શ્રમજીવીઓ અને આસપાસની કંપનીઓમાં પણ કંપનનો અનુભવ થયો હતો.

આ ઔદ્યોગિક એકમમાં બનેલી દુર્ઘટનામાં એક નાનુ બાળક કે જે કંપની નજીક રહેતા શ્રમજીવીઓ સાથે સુતુ હતુ તેના પર કાટમાળનો ટૂકડો પડતા ઈજાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની આ ત્રીજી ઘટના છે. આ પહેલા 3 જુલાઈએ બનેલા એક ઔદ્યોગિક અકસ્માતમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી, જેના પર જીપીએમસીના ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, આ ઘટનામાં પ્લાન્ટમાં એસિડ ગળતર થતા ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની સમસ્યા અનુભવી હતી.

ત્યારબાદ, 5 જુલાઇએ દહેજ જીઆઈડીસીમાં આવેલી લુના કેમિકલ કંપનીમાં પણ આગની ઘટના બનવા પામી હતી. આગ એટલી ભીષણ હતી કે જેના પર કાબૂ મેળવવા માટે ફંપનીની આગ નિયંત્રણ પ્રણાલી પૂરતી સાબિત ન થતા આસપાસના એકમો અને જીઆઇડીસી નોટીફાઈડ એરિયા ઓથોરીટી સંચાલિત ફાયર બ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો. આગની ઘટનામાં  કોઈ જાનહાની નોંધવા પામી નથી, પરંતુ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યુંહતું.

આ બન્ને ઘટનાઓ હજુ તાજી જ છે, ત્યારે ગત મોડી રાતે ઔદ્યોગિક અકસ્માતની ત્રીજી ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે જેમાં ટેગ્રોસ કેમિકલ કંપનીમાં સર્જાયેલા અકસ્માતના પગલે જિલ્લાના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટ નાસભાગ મચાવી હતી.

 

વારંવાર બનતા આવા ઔદ્યોગિક અકસ્માતો પર્યાવરણને સીધી રીતે નુક્શાન પહોંચાડી રહ્યાં છે. ચોક્કસથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણના જતનને લઇને કડક રીતે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ અકસ્માત સમયે સળગી ઉઠતા રસાયણોના ધુમાડા સીધા પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે. સમયાંતરે બનતી આ ઘટનાઓ ઉપર નિયંત્રણ ન આવતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news