સ્વચ્છતા સર્વેક્ષણમાં ભુજે ૪૮૪ અંકનો સુધારો કર્યો

સરકાર દ્રારા ત્રણ જુદી-જુદી કેટેટરીમાં માર્ક આપવામાં આવે છે. જેમાં નગરપાલિકાઓ દ્વારા કરાતી કામગીરી એટલે કે સર્વિસ લેવલ પ્રોસેસના સોથી વધારે ૨૪૦૦ અંક હોય છે. જેમાં ડોર-ટુ ડોર કચરા કલેક્શન, કચરાનો નિકાલ, ભીનો અને સુકો કચરો અલગ-અલગ ભેગા કરવા, નાગરિકોની ફરિયાદોના ઝડપથી નિકાલ સહિતની કામગીરી જોઇ તેના આધારે માર્ક આપવામાં આવે છે.

ત્યારબાદ શહેરના લોકોના ફીડબેક (સિટીજન વોઇસ)ના ૧૮૦૦ અંક હોય છે. જેમાં નાગરિકોને ઓનલાઇન અને ફોન કરીને ફીડબેક આપવાના હતા. ત્યારબાદ શહેરને સર્ટિફિકેટના ૧૮૦૦ અંક હોય છે. જેમાં ગાર્બેજ ફ્રી શહેર(જીએફસી)ના ૧૧૦૦ અંક અને ખુલ્લામાં શોચમુક્ત શહેર (ઓડીએફ)ના ૭૦૦ અંક હતાં. આમ કુલ મળીને ૬૦૦૦ સ્કોરમાંથી જેતે શહેરને કેટલા માર્કસ મળ્યા તેના આધારે નંબર આપવામાં આવ્યા હતાં. હવે સૌથી પહેલા સર્વિસ લેવલ પ્રોસેસની કેટેગરીમાં ભુજને ૨૪૦૦માંથી ૧૬૬૮ માર્ક જ્યારે ગાંધીધામેને ૧૬૯૫.૧૭ માર્ક મળ્યા હતાં. આમ ભુજની સામે ગાંધીધામને વધારે માર્ક મળ્યા છે. પરંતુ ત્યારબાદ સિટીઝન વોઇસમાં ભુજના નાગરિકોઅર ગાંધીધામની સરખામણીએ વધારે ફીડબેક આપ્યા હતાં. જેના પગલે ભુજને આ કેટેગરીમાં ૧૮૦૦માંથી ૧૧૮૧ અંક જ્યારે ગાંધીધામને માત્ર ૯૩૫ અંક જ મળ્યા હતાં. આમ ગાંધીધામ પાલિકાની કામગીરીથી શહેરના નાગરિકો ખફા હોય તેમ બહાર આવ્યું છે. છેલ્લે સર્ટિફિકેટમાં ભુજ અને ગાંધીધામ પાસે ગાર્બેજ ફ્રી સિટીનું સર્ટીફિકેટ ન હોવાથી તેના ૧૧૦૦ અંક તો આપોઅપ ચાલ્યા ગયા હતા ! બાકી બન્ને શહેરના ખુલ્લામાં શોચમુક્ત સર્ટિફિકેટના અધારે ૭૦૦માંથી ૫૦૦ અંક મળ્યા હતાં.

આમ સર્ટિફિકેટની કેટેગરીમાં ભુજ અને ગાંધીધામને ૧૮૦૦માંથી માત્ર ૫૦૦ માર્કસ મળ્યા હતાં. આમ ભુજ શહેરનો સ્કોર ૬૦૦૦માંથી ૩૩૫૦ રહ્યો હતો. જ્યારે ગાંધીધામનો સ્કોર ૩૧૩૦ રહ્યો હતો. નવાઇની વાત એ છે કે ભુજ પાલિકાએ વર્ષ ૨૦૨૦ના સર્વેક્ષણ બાદ પોતાની કામગીરીમાં સુધારો કર્યો છે. ૨૦૨૦ના સર્વેમાં ભુજનો સ્કોર ૨૮૬૬ હતો અને ૪૭ ટકા માર્કસ મળ્યા હતા. આમ ચાલુ વર્ષે ભુજે ૫૫ ટકા માર્કસ મેળવીને પોતાની કામગીરીમાં સુધારો કર્યો છે. જ્યારે ગાંધીધામ પાલિકાની કામગીરી બગડી છે. વર્ષ ૨૦૨૦ના સર્વેમાં ગાંધીધામને ૩૩૭૨ અંક સાથે ૫૬ ટકા માર્કસ મળ્યા હતાં. જ્યારે ચાલુ વર્ષે પાલિકાના માર્કસમાં ૨૪૨ અંકનો ઘટાડો નોંધાયો છે. જેના બદલે ટકાવારી ૫૬થી ઘટીને ૫૨ થઇ ગઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશની નગરપાલિકાઓમાં સફાઇ બાબતે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા થતી હોય છે. પાલિકાઓ દ્વારા થયેલી કામગીરી અને નાગરિકોના ફીડબેકના આધારે તેમને શહેરને રેન્ક આપવામાં આવે છે. ત્યારે કચ્છના ભુજ અને ગાંધીધામ શહેરની વર્ષ ૨૦૨૧માં સર્વેક્ષણના આધારે એનાલિસિસ કરતા ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં વર્ષે ૨૦૨૦ના સર્વેના આધારે જોઇઅએ તો ભુજે પોતાના સ્કોરમાં ૪૮૪ અંકોનો સુધારો કર્યો જ્યારે ગાંધીધામને ૨૪૨ અંકોનો નુકસાન થયું છે. જેમાં ભુજ પાલિકાએ પોતાના માર્ક અને રેન્ક સુધાર્યા છે. જ્યારે ગાંધીધામ પાલિકાએ સફાઇ પાછળ પાણીની જેમ પૈસાનો ખર્ચ કરીને પણ રેન્કમાં પીછેહટ કરી છે. ભુજને ચાલુ વર્ષે નેશનલ રેન્કિંગમાં ૯૧મુ અને ગાંધીધામને ૧૧૪મું સ્થાન મળ્યું હતું.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news