વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત સરકાર અને તંત્રએ તોફાન સામે મજબૂત ટક્કર આપી છે. આ મામલે ગુજરાતના ખ્યાતનામ લેખક-કવિ તુષાર શુકલે વહીવટી તંત્રની કામગીરીના વખાણ કરતી એક કવિતા લખી છે. આ કવિતારૂપે લેખકે વાવાઝોડા સામે તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીના પ્રશંસાના ફુલ બાંધ્યા છે. ત્યારે લેખકના પ્રશંસાના ફુલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેખક તુષાર શુકલની કવિતાના ટ્‌વીટ પર પ્રતિક્રિયા આપી છે. જેમાં વડાપ્રધાને લખ્યું છેકે ” આવા પ્રતિભાવો વાંચીને સંતોષની લાગણી અનુભવું છું. સુંદર અને સંવેદનાસભર અભિવ્યક્તિપ”  નોંધનીય છેકે વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ ખુલ્લા મનથી વખાણ કર્યા છે. જે અંગે ખ્યાતનામ કવિ તુષાર શુક્લએ સોશિયલ મીડિયા પર પોતાની રચના પોસ્ટ કરી છે. ત્યારે PM મોદીએ ટ્‌વીટ કરીને તુષાર શુક્લની પોસ્ટને આવકારી છે. આ મામલે પીએમ મોદીએ જણાવ્યું છેકે આવા પ્રતિભાવો વાંચીને સંતોષની અનુભૂતિ થાય છે. તુષાર શુક્લએ વાવાઝોડામાં સરકારની કામગીરીની પ્રશંસામાં લખ્યું છેકે, “ટીકા કરીએ તો તિલક પણ કરીએ, સહુને વંદન સાથે અભિનંદન” “મંત્રી સંત્રી તંત્રી સહુને વંદન, સેવારત સહુને અભિનંદન”

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news