મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન મિટિંગ યોજાઈ

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ


રાજકોટ: રાજકોટના સર્કીટ હાઉસ ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઉદ્યોગકારો સાથે ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને તમિલનાડુની પ્લાસ્ટિક, કેમિકલ, ટેક્સટાઇલ, એન્જિનિયિંગ ઇન્ડસ્ટ્રીઝને લગતી પોલિસીની ચર્ચા તથા નવા વિચારોની આપ-લે કરવામાં આવી હતી.

આ તકે મંત્રી બળવંતસિંહ રાજપૂતે તમિલનાડુના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓના સૂચનોને આવકાર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને દર્શિતાબેન શાહ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજર દર્શનભાઈ ઠક્કર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી, રોજગાર અધિકારી ચેતન દવે સહિત સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગકારો સામેલ થયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news