એપ્રિલના અંત સુધીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે

ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશમાં આગામી બે સપ્તાહ દરમિયાન વાદળોની અવર-જવર બે-ત્રણ વાર શક્ય છે. વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ૨૩ એપ્રિલ બાદ ગરમી ફરી વધશે. પ.બંગાળ, આસામ, મેઘાલય, નગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશમાં ૧૩થી ૧૬ એપ્રિલ સુધી વરસાદના અણસાર છે. ૧૩-૧૪એ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સ્કાઇમેટે કહ્યું કે આ વખતે પણ ચોમાસું સામાન્ય રહેશે.

જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સરેરાશ ચોમાસું વરસાદ ૮૮૦.૬ મિમી હોય છે, જે આ વખતે ૮૬૩ મિમી (૯૮ ટકા) સુધી રહેશે. હવામાન વિજ્ઞાની પલાવતે કહ્યું કે, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા છે. જ્યારે રાજસ્થાન, ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની આશંકા છે.ક્યાંક ઓછા સમય માટે ભારે વરસાદની સાથે કરા પણ પડી શકે છે. ત્યારબાદ ૧૮ એપ્રિલે ફરીથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તેની અસર ઉત્તરથી મધ્ય ભારત સુધી ૨૨ એપ્રિલ સુધી રહેશે.

૨૩ એપ્રિલ બાદ તાપમાનમાં જોરદાર વધારો શરૂ થશે. સ્કાઇમેટના હવામાન વિજ્ઞાની મહેશ પલાવતે જણાવ્યું કે એપ્રિલ અને મે મહિનામાં અરબ સાગર કે બંગાળની ખાડીથી ભેજ લઈને આવી રહેલી હવાઓ દર સપ્તાહે ઓછામાં ઓછી એક વાર મોટી રાહત પહોંચાડશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાને અને યૂપીમાં ૧૩-૧૪ એપ્રિલે ૪૦ કિમી/કલાકની ઝડપી ધૂળવાળી આંધી આવી શકે છે. આવું ૧૮-૧૯ એપ્રિલે ફરી બનશે. આ વિસ્તારોમાં ચાલી રહેલી ભીષણ ગરમીનો પ્રકોપ અટકશે.ભીષણ ગરમીથી તપી રહેલા સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત માટે રાહતના સમાચાર છે. આગામી ૧૦ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો આવશે. લૂ ફુંકાવાનું બંધ થશે. જોકે, એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ગરમી ફરીથી પ્રચંડ રૂપ દર્શાવવા લાગશે. આશંકા છે કે દેશના અનેક સ્થળો પર તાપમાનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી શકે છે. આ અનુમાન હવામાન એજન્સી સ્કાઇમેટે ભાસ્કરને વિશેષ રીતે ઉપલબ્ધ કરાવ્યું છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરમાં દસ્તક કરી ચૂક્યું છે. તેની અસરથી કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૩ અને ૧૪ એપ્રિલે હળવા વરસાદની શક્યતા છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news