મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ને પાર કરી ગયો

મુંબઈની હવામાં પ્રદૂષણનું ઝેર ફેલાઈ ગયું છે. શહેરમાં સતત છઠ્ઠા દિવસે હવાની ગુણવત્તાનો સૂચકાંક દિલ્હી કરતાં ખરાબ રહ્યો છે. મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ને પાર કરી ગયો છે. મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૯ નોંધાયો છે. હવાની ગુણવત્તા નબળી કેટેગરીમાં હોવાથી પવનની ગતિ ધીમી પડી છે. તેથી શહેરના દક્ષિણ અને મધ્ય ભાગની હવા ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી છે.

મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસેને દિવસે બગડતી જઈ રહી હોવાથી લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં ઘણા દર્દીઓમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ વધી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા વધતા પ્રદૂષણને પહોંચી વળવા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ વધીને ૩૧૯ થઈ ગયો છે. એટલે કે મુંબઈની હવા હાઈ રિસ્ક કેટેગરીમાં નોંધાઈ છે, જ્યારે હાલ દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૮ છે. નવી મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ વધીને ૩૬૨, અંધેરી ૩૨૭, ચેમ્બુર ૩૫૨, બીકેસી ૩૨૫, બોરીવલી ૨૧૫, વરલી ૨૦૦, મઝગાંવ ૩૩૧, મલાડ ૩૧૯, કોલાબા ૩૨૩, તો ભાંડુપમાં ૨૮૩ થઈ ગયો છે.

ચેમ્બુર અને નવી મુંબઈમાં હવાની ગુણવત્તા ગંભીર સ્થિતિમાં છે. પૂર્વ પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણ અંગે ટ્‌વીટ કરીને સરકારની ટીકા કરી છે. એવી ટીકા થઈ રહી છે કે સરકાર મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાનને લઈને ગંભીર નથી અને તેણે આ અંગે કામ અટકાવી દીધું છે. એવું જોવામાં આવ્યું છે કે ચાલી રહેલા મેટ્રો કામો, રસ્તાઓ પર વાહનોની વધેલી સંખ્યા અને ધૂળની સંયુક્ત અસરોને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.હવામાં ઝેરી પ્રદૂષણને કારણે બીમાર લોકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થવાની સંભાવના છે. નિષ્ણાતોએ નબળી હવાની ગુણવત્તાવાળા સ્થળોએ હૃદય અને ફેફસાના વિકારોમાં વધારો થવાની પણ આગાહી કરી છે. હાલમાં, શ્વસન સંબંધી રોગો ધરાવતા નાગરિકોને કાળજી લેવા અને માસ્કનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news