પાંચ વર્ષ બાદ બનાસ નદીના પાણી આવતા ખેડૂતો ખુશ
૨૦૧૭ બાદ ફરી સાતલપુરના અબિયાના ગામ પાસેથી ભારે બનાસ નદીનો પ્રવાહ શરૂ થતા ૧૦ ગામોને જોડતા મુખ્ય માર્ગ ઉપર ફરી મળતા રસ્તો હાલમાં બંધ થઈ જવા પામ્યો છે. આ પ્રવાહ વધુ પ્રમાણમાં વહેંચે તો આ રસ્તો બંધ થઈ જતા વિસ્તારમાં આવેલા પેદાશપુરા ગડસઈ કરસનગઢ સહિતના ૧૦ જેટલા ગામોમાં વાહન વ્યવહાર બંધ થતા સંપર્ક વિહોણા થવાની સંભાવના ઊભી થવા પામી છે. એક ગાડી સવાર પાણીના પ્રવાહમાં ગાડી નાખતા ફસાઈ ગઇ હતી.
જોકે, સદનસીબે આસપાસના લોકોએ ગાડી બહાર કાઢતા ગાડી ચાલકનો બચાવ થયો હતો.પાટણ જિલ્લામાં ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઇને ઘણા સમયથી કોરી ધાકોર રહેલી બનાસ નદીમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે ૨૦૧૭ પછી એટલે કે ૫ વર્ષ પછી રાધનપુર નજીક કામલપુર ગામ પાસે નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોએ વધામણાં કર્યાં હતા. ખેડૂતોએ આનંદભેર વાજતે ગાજતે બનાસ નદીમાં આવેલા નીરના આનંદ ઉલ્લાસેર વધામણા કર્યા હતા.