મહેમદાવાદના કરોલી પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા દોડધામ

મહેમદાવાદ તાલુકાના કરોલી ગામ નજીક રૂ નો જથ્થો ભરેલા ટ્રકમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ ભારે અફડાતફડી મચી હતી. જોકે, સમયસર ટ્રક ચાલકે રોડ પર જ ટ્રકને અટકાવી ચાલક અને ક્લીનર બહાર નીકળી જતાં બન્નેનો આબાદ બચાવ થયો હતો. રૂનો જથ્થો હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતાં પુરી ટ્રકને બાનમાં લીધી હતી. આ ઘટનાની જાણ નડિયાદ, મહેમદાવાદ , કઠલાલ, મહુધા ફાયર બ્રિગેડને કરવામાં આવતાં આ તમામ ટીમો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ભીષણ આગના પગલે મહેમદાવાદ કઠલાલ હાઈવે થોડા કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે મહેમદાવાદ પોલીસ અને કઠલાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ રૂનો જથ્થો લીમડીથી મધ્યપ્રદેશ લઈ જવાતો હતો.

ટ્રકમાં આવેલી જાળીમાં હિટ પકડાવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ટ્રક ચાલકે લગાવ્યું છે.ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં કરોલી પાસે રૂ ભરેલા ટ્રકમાં એકાએક ભિષણ આગ લાગી હતી. જેને લઈ અફડાતફડી મચી હતી. મોડીરાત્રે બનેલા બનાવની જાણ ફાયરની ટીમને થતા નડિયાદ, મહેમદાવાદ, કઠલાલ, મહુધા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો છે. આ બનાવમાં રૂનો જથ્થો સહિત ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news