આગની ઘટનાઃ સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી કંપનીમાં લાગી અચાનક આગ

અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર આવેલી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે.  સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી સુધીર પાવર લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના મળી હતી. જોકે ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી આઘ પર કાબૂ મેળવી દીધો છે.

મળતી વિગત પ્રમાણે સાણંદ વિરમગામ હાઈવે પર ખોડા જુના પોલીસ સ્ટેશનની બાજુમાં સુધીર પાવર લિમિટેડ અને સુધીર રેન્ટલ્સ કંપની આવેલી છે. આ કંપનીમાં અગમ્ય કારણસર અચાનક આગ લાગતાં દોડ ધામ મચી જવા પામી હતી. હાઈવે પરની કંપનીમાં આગ લાગી હોવાથી લોકોની ભીડ જમા થઇ જવા પામી હતી.

ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટના વિશે જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણો સર લાગી હતી તે કારણ અકબંધ રહેલા પામ્યું હતુ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news