કૃષિ ક્ષેત્રે ગુણવત્તા અને પોષકતત્વોયુક્ત ઉત્પાદન મેળવવાના વિષય પર સેમિનાર યોજાયો
નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ વિષયો ઉપર સંશોધનાત્મક કાર્ય કરી ખેડૂતોને નવી દિશા આપવામાં આવે છે.ત્યારે સમગ્ર દેશમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકોની આગેવાનીમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં ખોરાકમાં ન્યુટ્રીશનલ વેલ્યુ વધારવા ખેડૂતો કઈ પદ્ધતિ અપનાવે તે માટે દિલ્હી મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાંથી આવેલા વૈજ્ઞાનિકોએ સેમિનારમાં ભાગ લીધો છે.
નેશનલ સિપોઝિયમ નામના કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ હોલમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો પણ હાજર રહ્યા હતા. બે દિવસીય કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાનીઓ ખોરાકની જાતોમાં ઇનોવેટિવ પદ્ધતિ વડે ગુણોત્તર અને પોષણયુક્ત તત્વો ખોરાકમાં સમાવેશ પામે તે માટે ખેડૂતોને નવી ખેતી પદ્ધતિ ભેટ આપવાથી ગુણવત્તા યુક્ત ખોરાકથી દેશના નાગરિકો ની જીવન પદ્ધતિ પણ બદલાઈ શકે છે તેવા ઉંમદા હેતુ સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.