દહેગામના કડજાદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યો
ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ દીપડાએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. દીપડો દેખાયો હોવાની માહિતી મળતી વન વિભાગ પણ દોડતુ થઇ ગયુ છે. દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામના કડજાદરા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગામમાં ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ દીપડાને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી દીપડો પકડાયો નથી.