ગીરકાંઠાના પતરમાળના ડુંગરોમાં ભીષણ આગ લાગી

ગીરકાંઠાના પતરમાળના ડુંગરમા આગ લાગી હતી. પરંતુ નદી સુધી પહોંચતા મોટાભાગની આગ જાતે ઠરી ગઇ હતી. પરંતુ નદીના આ કાંઠા વિસ્તારમાથી દવ આગળ પ્રસરી ગયો હતો. અને છેક ખડાધારના રેવન્યુ વિસ્તાર સુધી દવ ફેલાયો હતો. અહી ડેડાણના દરબારોની ખાનગી વિડી તથા અન્ય ખાનગી બીડમા દવ હોવાથી વનવિભાગે દવને ઠારવા કોઇ વિશેષ પ્રયાસ કર્યો ન હતો. પાંચેક કિમી વિસ્તારમા ફેલાયેલા બેકાબુ દવથી હવે વાડી ખેતરોમા પણ આગ પ્રસરવા લાગી હોય ખેડૂતોને મોટુ નુકશાન થઇ રહ્યું છે. ખડાધારના ઝવેરભાઇ વરીયાની વાડીમા આગથી મોટુ નુકશાન થયુ હતુ. અહી મામલતદાર અને પ્રાંત અધિકારી દોડી ગયા હતા. અમરેલી ફાયરબ્રિગેડના સ્ટાફને પણ સ્ટેન્ડ ટુ રખાયો હતો. ત્રણ ડુંગરમા આગ પોતાની મેળે જ ઓલવાઇ છે. અને હજુ પણ એક ડુંગર ભડભડ સળગી રહ્યો છે. લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે દર વર્ષે માર્ચ અને એપ્રિલમા નિશ્ચિત સમયે જ આગ કેમ લાગે છે. તેની પણ તપાસ થવી જોઇએ.

ખેતરમા અમે જમતા હતા ત્યારે દુરદુર દવ સળગતો હતો પરંતુ અચાનક જ પવન ઉપડતા પાંચ જ મિનીટમા ખેતરમા આગ પ્રસરી ગઇ હતી. અહી રાખેલી નીરણ, ૧૫ વિઘાના ચણાનુ ચારોલુ તથા એક વિઘાની જાર સળગી ગઇ હતી. મામલતદારને ફોન કર્યો તો તેમણે ફોન પણ ઉપાડયો ન હતેા. દવ એટલો લાંબા વિસ્તારમા પ્રસર્યો હતો કે નવા માલકનેશ, રબારીકા, ખડાધાર, ભાવરડી સહિતના ગામોની સીમમા આગ પ્રસરાવી દીધી હતી.

ગીર જંગલ અને ગીરકાંઠામા ચારથી પાંચ ફુટ ઉંચુ પોષ્ટિક ઘાસ ઉગી નીકળે છે. આ વિસ્તારમા કઠીયારા અને ઢોર ચરાવવાવાળા જતા હોય છે. ચા પાણી બનાવતી વખતે કે બીડી ફેંકવાથી આગ લાગે છે. અહી દારૂની ગેરકાયદે ભઠી ચલાવવાવાળા લોકોથી પણ આગ પ્રસરી જાય છે.ફરી એકવાર ગીરકાંઠો સળગ્યો છે અને આ વખતનો દવ મોટો તથા બેકાબુ છે. એટલુ જ નહી છેલ્લા બે દિવસથી અહી પતરમાળના ડુંગરો સળગી રહ્યાં છે. પરંતુ તેને ઠારવાવાળુ કોઇ નથી. તંત્ર માત્ર મુકપ્રેક્ષક બની તમાશો જોઇ રહ્યું છે. અહી વનસૃષ્ટિનો નાશ થઇ રહ્યો છે. લાપાળા ડુંગર, મોણવેલ પંથક, મિતીયાળા અભ્યારણ્ય વિગેરે વિસ્તારમા પાછલા કેટલાક દિવસો દરમિયાન દવની છ ઘટના બન્યા બાદ હવે ખાંભા તાલુકાના ખડાધાર, રબારીકા અને નવા માલકનેશને ત્રિભેટે આવેલી પતરમાળ ડુંગરમાળા ભડભડ સળગી ઉઠી છે. અહી છેલ્લા ૪૮ કલાકથી ભયાનક દવ ભભુકી ઉઠયો છે. આ દવ એક પછી એક ડુંગરને પોતાની ઝપેટમા લઇ રહ્યો છે. અહી પતરમાળના ત્રણ ડુંગર તથા લાહા ડુંગર પરની તમામ વનસ્પતિને આ દવે બાળી નાખી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news