વલસાડની અતુલ કંપનીમાં ભીષણ આગ લાગી
વલસાડની અતુલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. કંપનીમાં ભીષણ આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગની ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. કંપનીમાં આગ લાગતા દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.વલસાડના અતુલ ખાતે આવેલી અતુલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
અતુલ કંપનીના ઈસ્ટ સાઈડના આર.એમ પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ મચી છે. ભીષણ આગને લઈને મેજર કોલ જાહેર કરાયો કરાયો છે. જ્યારે વલસાડ, પારડી, અતુલ, વાપી અને સરીગામ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. કંપનીમાંથી તમામ કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે.