નડીયાદની પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગી

નડિયાદ પાસેના દાવડા-દેગામ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં સોમવારે એકાએક અહીયા આગનો બનાવ બન્યો હતો. તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ત્રણ ફાયર બ્રાઉઝરો ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે, આગના ધુમાડા ગોટે ગોટા ત્રણ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યાં હતા.

લગભગ નડિયાદની કુલ ૪થી વધુ વોટરબ્રાઉઝર તથા આણંદના ૨ વોટરબ્રાઉઝર દ્વારા હજારો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એ બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે આ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોનો કંપનીની બહાર ટોળા થયા હતા. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં કોઈ જનહાની સર્જાઈ નહોતી.

ખેડા જિલ્લાના નડિયાદ નજીકના દાવડા-દેગામ સ્થિત આવેલ એક પોલીમર કંપનીમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો અને આગ ઓલવવાની કામગીરી હાથધરી હતી. આ બનાવમાં આણંદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાય છે. ભીષણ આગ લાગતા અહીંયા અફડાતફડી મચી જવા પામી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news