સુરતમાં ઘરના મીટર પેટીમાં આગ લાગી : મીટર બોક્સ બળીને ખાક

સુરતના સલાબતપુરાના એક મકાનની મીટર પેટીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે સમય સર પાડોશીઓએ ફાયરબ્રિગેડને જાણ કરી દેતા ફાયરના જવાનોએ દોડી આવી આગ કાબૂમાં લઈ લીધી હતી. મંગળવારની સાંજે બનેલી આગની ઘટનામાં મીટર પેટી અને લાકડાના બૉક્સ બળીને ખાક થઈ ગયા હતા.

આંબાવાડી કાલીપુલ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ જરીવાળાના મકાનમાં બની હતી. મીટર પેટીમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. કોલ મળ્યા બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી જઇ આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઈ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. શબના મુલતાની (નજરે જોનાર)એ જણાવ્યું હતું કે, સામેના મકાનમાં પહેલા માળે કંઈ સળગતું જોઈ તાત્કાલિક ફાયરને જાણ કરી દીધી હતી. ફાયરની ટીમને જાણ થતા જ સ્થળ પર દોડી આવી હતી. આગને કાબૂમાં લીધા બાદ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું હતું

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news