સુરતના પલસાણામાં કાપડ મીલમાં આગ લાગી
સુરત નજીક આવેલા પલસાણાના તાંતિથૈયામાં આવેલી પંકજ ફેશનમાં સવારના સમયે આગ લાગી હતી. ત્યારે મીલમાં કામદારો ન હોવાથી તથા જે હતા તે ઝડપથી બહાર નીકળી ગયા હોવાથી જાનહાનિ નોધાઈ નહોતી તેમજ કોઈ કામદારને ઈજા પહોંચી નહોતી. આગની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ જાણકારી મળતાં મીલના માલિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.સાથે જ આસપાસમાંથી કામદારો અને લોકો પણ આગ જોવા માટે દોડી આવ્યાં હતાં. આગ કાપડમાં લાગી હોવાથી કાળા ડિબાંગ ધુમાડા ઉઠ્યાં હતાં. જે આકાશમાં ઉંચે સુધી ઉઠ્યાં હતાં. જેથી દૂર દૂરથી પણ કાળા ધુમાડા જોઈ શકાતાં હતાં. જેથી સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ફાયરબ્રિગેડની ૮થી ૧૦ ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. બાદમાં ફાયરબ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડે જણાવ્યું હતું કે, આગ કેવી રીતે લાગી તે તપાસ કરવામાં આવશે તથા અંદર આગ પર કાબૂ મેળવવાના સાધનો હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.સુરત નજીક આવેલા પલસાણાના તાંતિથૈયામાં આવેલી કાપડ મીલમાં આગ ભભૂકી ઉઠી હતી. ડ્રેસ અને સાડીના ગ્રે કાપડના જથ્થામાં આગ લાગી હતી. કોલસમાંથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતુ. જેથી આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયરબ્રિગેડની અલગ અલગ સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવીને લગભગ ૩ કલાકની જહેમતે આગની જ્વાળાઓ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી.
સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. તાંતિથૈયા ખાતે આવેલી પંકજ ફેશન નામની મીલમાં સવારે અંદાજે પોણા સાત વાગ્યા આસપાસ કોલસાથી આગ લાગી ગઈ હતી. કોલસાના તણખાથી સાડી અને ડ્રેસ મટીરીયલ્સના ગ્રેના તાકામાં આગ લાગી હતી. જેથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાં ફાયરબ્રિગેડની બારડોલી તથા પીઈપીએલની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.