સુરતના ભાઠા ગામમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળી ગયો
સુરતના ભાઠા ગામ વિસ્તારમાં આવેલ મુંબઈ કોલોની ખાતે બે રહેણા મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇ અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની છ ગાડી સાથે ની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સબસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરતના ઈચ્છાપુર નજીક આવેલા ભાઠા ગામ ખાતે મુંબઈ કોલોનીમાં રહેણાક મકાનોમાં ભૂકી ઉઠી હતી. રાત્રે ઘરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
મુંબઈ કોલોનીમાં આવેલા પહેલા એક મકાનમાં આગ લાગી હતી. પરંતુ આગ ધીમે ધીમે વિકરાળ થઈ જતા એક મકાનમાં લાગેલી આગે બાજુના મકાનને પણ બાનમાં લીધું હતું.જેને લઇ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ભાઠા ગામના મુંબઈ કોલોનીના બે ઘરોમાં આગ લગતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર કંટ્રોલમાં કરવામાં આવી હતી.ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા કંટ્રોલમાંથી છ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે રવાના કરી હતી.અને ત્રણ જુદા જુદા ફાયર સ્ટેશનના જવાનોને ઘટના સ્થળે મોકલ્યા હતા.
ઘટના અંગે ફાયર અધિકારી સંપત સુથાર જણાવ્યું હતું કે કંટ્રોલમાંથી કોણ મળતા જ ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા.ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમને ઘટના સાથે બોલાવી હતી. અડાજણની બે ગાડી, મોરાભાગળની બે ગાડી અને પાલનપુર ફાયર સ્ટેશનની બે ગાડી મળી કુલ છ ગાડી સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.જ્યાં પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગળ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનાને પગલે ફાયર અધિકારી સંપત સુથારે વધુમાં જણાવ્યું હતું કે એક જ માલિકના બે મકાન આવેલા હતાં એક મકાનમાં આગ લાગતા બાજુમાં રહેલું બીજું મકાન પણ આગની જપેટમાં આવી ગયું હતું.ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી એક કલાકની અંદર સમગ્ર આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.પરંતુ આ આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.
ઘરમાં સાત થી આઠ જેટલા પરિવારના સભ્યો રહે છે.ઘટના બનતા તેઓ પણ બહાર નીકળી આવતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પરંતુ ઘરનો બધો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.