સુરતના ખટોદરામાં ગેરેજમાં આગ લાગી

સુરતમાં ખટોદરા રાયકા સર્કલ નજીક ગેરેજમાં આગ લાગી હોવાના કોલ બાદ ફાયર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ આગની જ્વાળાઓને જોઈ તાત્કાલિક પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લીધી હતી.

તપાસમાં આગ ફોર વ્હીલ ગેરેજના વેસ્ટ કચરામાં લાગી હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો. કોલ લગભગ રાત્રીના ૧૨ઃ૪૧નો હતો. એક ગેરેજમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. લગભગ ૩૦ મિનિટ સુધી પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લેવાય હતી.

જોકે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું. તપાસ કરતા આગ ગેરેજના કચરાને કારણે ઉગ્ર બની હતી. હરેશભાઇ (ફાયર ને કોલ કરનાર) એ જણાવ્યું હતું કે હું નોકરી પર જતો હતો. આગની જ્વાળા જોઈ તાત્કાલિક ફાયરમાં ફોન કર્યો હતો. ફાયરના જવાનો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. લગભગ ગેરેજ બહાર આગ લાગી હતી.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news