પીરાણામાં આવેલી રૂના ગોડાઉન લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

અમદાવાદમાં ઔધોગિક વિસ્તારમાં વધુ એક આગની ઘટના બનવા પામી છે. પીરાણામાં આવેલા ગોડાઉનામાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડ હાલ ઘટના સ્થળે છે અને આગ બુઝવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

વિગત પ્રમાણે શહેરના પિરાણા વિસ્તારમાં આવેલા વિનોદ ફ્રેબિકના રૂના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરની 6 ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.. જોકે ગોડાઉનમાં રૂનો જથ્થો હોવાથી આગ વધુ પ્રસરે નહીં તે માટે ગોડાઉનની દિવલોને તોડીને પાણીનો મારો કરવામાં આવ્યો હતો. તો સાથેસાથે જેસીબીની મદદ લઇ રૂના જથ્થાને ગોડાઉનમાંથી બહાર નીકળાવામાં આવ્યો હતો.

જોકે આગ કયા કારણોસર લાગી અને આગના પગલે કેટલુ નુક્શાન થયુ છે તે વિશે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.

 

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news