વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા એક બંધ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ઘટના અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાનો જાણ થઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ આગની ઘટનાની જાણ વાપી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી.

વાપી જીઆઈડીસીના ૩ અને વાપી નગર પાલિકાની ૧ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરની કુલ ૩ ટીમોએ ૩ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભંગારના ગોડાઉનમાં પેપર અને પ્લાસ્ટિકનો ભંગાર ભરેલો હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી પડી હતી.

પતરાથી બનેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી ઘટના અંગે ડુંગરા પોલોસની ટીમને ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભંગારના ગોડાઉન સંચાલકને ઘટનાની જાણ કરતા ગોડાઉન સંચાલક પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગોડાઉનમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું ગોડાઉન સંચાલકે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. આગની ઘટનાને લઈને ભંગારના ગોડાઉનની બાજુમાં આવેલ બીજા ભંગારના ગોડાઉનમાં પણ તેની અસર જોવા મળી હતી. અન્ય ભંગારના ગોડાઉનમાં મુકેલું ફર્નિચરના સમાનને ભારે નુકશાની પહોંચી હતી.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બનતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાની જાણ વાપી ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી જીઆઈડીસી અને વાપી નગર પાલિકાના કુલ ૩ ફાયર બ્રિગેડની ૩ ટીમોએ ઘટના સ્થળે પહોંચી ૩ કલાકનો ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news