જામનગરમાં સીએનજી રિક્ષામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી
જામનગરના શરૂ સેકશન રોડ ઉપર સીએનજી રિક્ષામાં વેલ્ડીંગ કામ કરાવતી વખતે વેલ્ડીંગ તણખા ઉડતા અકસ્માતે આગ લાગતાં નાસભાગ મચી હતી.
શરૂ સેકશન રોડ ઉપર જલ ભવન નજીક એક સીએનજી રીક્ષાનો ચાલક વેલ્ડીંગ કામ કરાવી રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર રિક્ષામાં આગ ફાટી નીકળતા ચાલક અને વેલ્ડીંગ કામ કરી રહેલા લોકોમાં નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ અકસ્માતની ઘટનામાં રિક્ષા ચાલક અને વેલ્ડીંગ કરી રહેલો વ્યકિત સમય સૂચકતા વાપરી દૂર ભાગી જતા જાનહાનિ થતા અટકી હતી.