નેશનલ ગેમ્સ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે બોક્સિંગ સ્પર્ધા યોજાઈ
૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨નું ગુજરાત યજમાનબન્યું છે ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ રાજ્યોના ખેલાડીઓને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ શુભેચ્છાઓ આપી હતી. હર્ષસંઘવીએ નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમા?ઇ રહેલી બોક્સિંગને રસ પૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે ભારતીય બોક્સિંગ સંઘના ઉપાધ્યક્ષ, ૩૬મી નેશનલ ગેમ્સના મહાસચિવ અને ગુજરાત બોક્સિંગ સંઘના અધ્યક્ષ સહિત બોક્સિંગ સંઘના હોદ્દેદારો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. તલવારબાજીમાં વિજેતા ખેલાડી ભાઈ-બહેનોનું કાયદા અને ન્યાયમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મેડલ-મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.
ફેન્સિંગમાં ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ વિજેતા ટીમોને અભિનંદન આપી આગામી રમતમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. ફેન્સિંગ રમતમાં ગર્લ્સ કેટેગરીમાં ચંડીગઢને ગોલ્ડ, પંજાબને સિલ્વર તેમજ હરિયાણા-મણિપુરની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતા જ્યારે બોયઝ કેટેગરીમાં પંજાબને ગોલ્ડ, એસએસસીબીને સિલ્વર તેમજ છત્તીસગઢ-મહારાષ્ટ્રની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતા બની હતી.